Gujarati

Print


સંસ્થા પરિચય : શ્રી કે. એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર દ ડેફ, ભાવનગર (ગુજરાત)

શાળા એ બાળકોનું બીજુ ઘર છે. મા-બાપ પોતાના નાનકડાં ભૂલકાં ને શિક્ષકો પાસે મૂકી ને જાય છે. તેમને વિશ્વાસ છે કે શિક્ષક પાસે મારું બાળક સુરક્ષિત રહેશે. પણ જ્યારે બાળક શ્રવણમંદ હોય ત્યારે તે માતા-પિતા વિચારે કે મારું બાળક શાળામાં કેવી રીતે સચવાશે અને કોણ સાચવશે. કેમ કે ઘણીવાર નોર્મલ શાળા તેને આ કારણે અપનાવવાની ના પાડે છે, હાલાંકિ સરકાર ના સર્વશિક્ષા અભિયાન અંતર્ગત તે ગૅરવ્યાજબી છે. અહિયા એક એવી શાળા નુ સંક્ષિપ્ત પરિચય આપવામાં આવેલ છે, ખરેખર તો તે શાળા કરતા વિશેષ છે કેમ કે શિક્ષણ સિવાય ઘણી બધી પ્રવ્રતિયો આ સંસ્થા મા શ્રવણમંદ બાળકો માટે થાય છે.


સંસ્થાનું નામ છે, શ્રી કે. એલ. ઈન્સ્ટિટ્યૂટ ફોર દ ડેફ, ભાવનગર. ૧૯૬૦ માં શ્રવણમંદ બાળકોનાં શિક્ષણ માટે ભાવનગરમાં દરબારગઢનાં નવજવાન સંઘનાં યુવાન ભાઈ-બહેનોએ એક નાનકડા મકાનમાં શાળા શરૂ કરી. શરૂઆત ના દસ વર્ષમાં સંસ્થા અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ. છેવટે ૧૯૭૦ માં ભાવનગર મહાનગરપાલિકાએ સંસ્થાનાં અધતન મકાન માટે વિધાનગરમાં જમીન આપી અને તે જ વર્ષે ભારતનાં તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ મકાનનું ભૂમિપૂજન કર્યુ, આ સંસ્થા આજે દેશ-વિદેશમાં શ્રવણમંદ બાળકો ની તાલીમ માટે આગવું સ્થાન ધરાવે છે.


શાળા પરિચય
શાળામાં જેમણે જન્મથીજ પક્ષીનો કલરવ, વરસાદની બુંદોની ટપટપ કે માતાનો અવાજ પણ સાંભણ્યો નથી એવા ૪ વર્ષનાં કુમળા બાળકોને અત્યાધુનિક અને વૈજ્ઞાનિકઢબે બનાવેલા વર્ગખંડોમાં અનુભવી અને તાલીમ પામેલા શિક્ષકો દ્વારા શિક્ષણ અપાય છે. શાળામાં પુસ્તકાલય છે જેમા વિવિધ પ્રકાર ના ઉપયોગી પુસ્તકો, સામાયિકો, સમાચારપત્રોનો સમાવેશ થાય છે. બાળકો રમતા-રમતા શીખે એ માટે રમકડાંઘરમાં એજ્યુકેશનલ રમકડાંઓ નો પણ સમાવેશ છે. બહારગામથી આવતા બાળકો માટે છાત્રાલયની વ્યવસ્થા છે જેમાં ભોજનાલયની સગવડ પણ છે. આર્થિક રીતે નબળા બાળકોને શિશુપાલક યોજનાના અંતર્ગત યુનિફોર્મ, શ્રવણયંત્ર, અભ્યાસક્રમના પુસ્તકો વગેરે આપવામા આવે છે.


ઓડિયોલોજી એન્ડ સ્પીચ ક્લિનીક
આ સંસ્થા શ્રવણમંદ બાળકો માટે છે એટલે તે બાળકોનાં કાનની તપાસ માટે આ વિભાગ છે. જેમા બહેરાશનું નિદાન કરી યોગ્ય શ્રવણયંત્ર (hearing aids) વ્યાજબી રેઇટથી આપવામાં આવે છે. તોતડાપણું જેવી અવાજની ખામી વગેરેનું નિદાન અને સારવાર અનુભવી અને તાલીમ પામેલા ઓડિયોલોજિસ્ટ દ્વારા કરવામા આવે છે. એ સિવાય શ્રવણયંત્રનુ રિપેયરિંગ, ઇયર મોલ્ડ (ear mold) બનાવવાનુ, ઇન્ફેન્ટ ટ્રેનિંગ તેમજ શ્રવણમંદતાની વહેલી ઓડખ અને નિદાન (Early Identification and Intervention) ની સુવિધા ઉપલબ્ધ છે.


વ્યવસાયિક તાલીમ
શ્રવણમંદ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ ભવિષ્યમાં સમાજ અને દેશ માટે ઉપયોગી બને તે માટે વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે જેમા ડેસ્ક ટોપ પબ્લિશિંગ સોફ્ટ્વેયર, ઓફસેટ તથા સ્ક્રીન પ્રિન્ટિગ, કોમ્પ્યૂટર એઇડેડ ડ્રેસ ડિજાઇનિંગ, બુક બાઇન્ડિંગ, હેન્ડિક્રાફ્ટ, બ્યુટી પાર્લર વગેરે ની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.

શ્રવણમંદ બાળકો ના સ્વજનઓ માટે અભ્યાસક્રમ

શિક્ષકો માટે તાલીમ કેંદ્ર
શ્રવણમંદ બાળકોને શરૂઆતમાં વિશિષ્ટ શિક્ષણની જરૂર પડે છે જે માટે વિશિષ્ટ શિક્ષકો જરૂરી છે જેની તાલીમ માટે નટરાજ રિસર્ચ સેન્ટર એન્ડ ટ્રેઇનિંગ કોલેજ અંતર્ગત રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ભાવનગર યુનિવર્સિટી દ્વારા માન્ય ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ ચાલે છે.
રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (R.C.I.) દ્વારા માન્ય અભ્યાસક્રમ
  1. ડિપ્લોમા ઇન એજયુકેશન ઇન સ્પેશ્યલ એજયુકેશન (હિયરિંગ ઈમ્પેરમેઇન્ટ) or D.Ed.S.E. (H.I.) વર્ષ
  2. ડિપ્લોમા ઇન હિયરિંગ, લેંગ્વેજ એન્ડ સ્પીચ or D.H.L.S. - વર્ષ
પ્રવેશ માટે જરૂરી લાયકાત : ધોરણ -૧૨ પાસ, એડમિશન કમેટી દ્વારા લેવાતી લેખિત અને મૌખિક પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
ભાવનગર યુનિવર્સિટી દ્વારા માન્ય ડિગ્રી કોર્સ
  • બેચલર ઓફ એજયુકેશન ઇન સ્પેશ્યલ એજયુકેશન (હિયરિંગ ઈમ્પેરમેઇન્ટ) or B.Ed.S.E. (H.I.)- વર્ષ
પ્રવેશ માટે જરૂરી લાયકાત : કોઇ પણ વિષયમાં સ્નાતક ની ઉપાધી, એડમિશન કમેટી દ્વારા લેવાતી લેખિત અને મૌખિક પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
વધુ માહિતી માટે સંપર્ક કરવો
શ્રી કે. એલ. ઈંસ્ટીટ્યુટ ફોર ડેફ્
૫૧, વિધાનગર, ભાવનગર (ગુજરાત)
ફોન : (૦૨૭૮) ૨૪૨૯૩૨૬, ૨૪૨૦૮૩૬
fax : (૦૨૭૮) ૨૪૩૧૧૬૦
e-mail : pnrad1@sancharnet.in
website : http://www.pnrsociety.org/
અને
નટરાજ રિસર્ચ સેન્ટર એન્ડ ટ્રેઇનિંગ કોલેજ,
પી. એન. આર. સોસાયટી ફોર રિલીફ એન્ડ રિહેબિલિટેશન ઓફ ડિસેબલ્ડ,
દુખીશ્યામ બાપાના આશ્રમની બાજુમાં,
કાળવીબીડ, ભાવનગર-૩૬૪૦૦૨.
ફોન : (૦૨૭૮) ૩૨૦૨૪૭૦
e-mail : natarajcollege@gmail.com
વર્ષા પી. જોષી
રાજકોટ
back to top